ઇનોવેશન



        સર્વ શિક્ષા અભિયાન       
સીઆરસી કો-ઓર્ડિનેટર દ્વારા થયેલ નાવિન્ય પ્રયોગ માહિતી પત્રક
(ભાગ-૧)
સી.આર.સી.:- ખેરવા               તાલુકો:- પાટડી             જિલ્લો:- સુરેન્દ્રનગર
1.     નામ : મલેક રહીમખાન એલમખાન
2.     જન્મતારીખ: ૨૪/૧૦/૧૯૭૩
3.     નિમણૂંકની તારીખ:- ૧૨/૫/૨૦૦૨
4.     નોકરીનું સ્થળ:- સીઆરસી ખેરવા પે સે.શાળા,તા:-પાટડી, જિ:- સુરેન્દ્રનગર. પીન-૩૮૨૭૪૫
5.     સંપર્ક નંબર:- ૭૬૦૦૬૫૦૫૬૭,૭૫૬૭૫૫૪૫૮૪
6.     ઇ-મેઇલ એડ્રેસ:- crc.snr.patdi.kherva@gamil.com
7.     બ્લોગ એડ્રેસ :-  www.rahimkhan14.blogspot.in
8.     એસએસએ અંતર્ગત કામગીરીનો પ્રકાર :- સીઆરસી કો-ઓર્ડિનેટર
9.     શૈક્ષણિક લાયકાત :
ક્રમ
મેળવેલ પદવી
પદવીનું નામ
મુખ્ય વિષય
ગૌણવિષય
સ્નાતક
---
---
---
અનુસ્નાતક   
---
---
---
વ્યવસાયિક લાયકાત 
પી.ટી.સી.


અન્યવ્યવસાયિક લાયકાત
સી.સી.સી.


અન્ય



10.                        તમારી પસંદગીના શૈક્ષણિક વિષય:
10.1-સામાજીક વિજ્ઞાન
      2- કમ્પ્યુટર/આઇસીટી શિક્ષણ
      3- કાર્ય શિક્ષણ
  
સીઆરસી કો-ઓર્ડિનેટર દ્વારા થયેલ નાવિન્ય પ્રયોગ માહિતી પત્રક
(ભાગ-૨)
સી.આર.સી.:- ખેરવા             તાલુકો:- પાટડી             જિલ્લો:- સુરેન્દ્રનગર
1.      નવતર પ્રવૃતિનું નામ:-  ૧- મહેદી સ્પર્ધા કન્યાઓને લગતી પ્રવ્રુતિ.
2.      નવતર પ્રવૃતિ કરેલ હોય તે વિષય :-   1- કાર્ય શિક્ષણ  2- સામાજીક વિજ્ઞાન
3.      નવતર પ્રવૃતિ કરેલ હોય તે ધોરણ :-
ક્રમ     
ધોરણ 
વિષય વસ્તુ/એકમ    
શાળા / રીમાર્કસ્
     
૧ થી ૮       
મહેદી સ્પર્ધા તથા કન્યાઓને લગતી પ્રવ્રુતિ
ખેરવા ક્લસ્ટરની તમામ ૧૦ શાળાઓ
4.       નવતર પ્રવૃતિને ક્યા વિભાગમાં રાખી શકાય :-
૩.૪ – બાળકોની નિયમિત હાજરી સંદર્ભે
5.      નવતર પ્રયોગ/પ્રવ્રુતિનું નામ/શિર્ષક :- મહેદી સ્પર્ધા કન્યાઓને લગતી પ્રવ્રુતિ
6.      સમસ્યાનું વર્ણન,કે જેણે આ નવતર પ્રવૃત્તિ માટે પ્રેરિતકર્યા: શાળામાં અનિયમિત રહેતી કન્યાઓને નિયમિત કરવી તથા  "ખાસ કરીને કન્યામાં રહેલ કળાનો વિકાસ શિક્ષણ બાદ બ્યુટી પાર્લર જેવા કોર્ષ કરી પગભર રહી શકે અને ઘરમાં આર્થિક ઉપાર્જન કરી શકે."જેવા ઉમદા હેતુ.
7.      આપની નવતર પ્રવૃત્તિનું વિગતવાર વર્ણન: ખેરવા ક્લસ્ટરની શાળાઓમાં ખાસ કરીને જતમુસ્લિમની વસ્તી વધુ છે, જે કોમ્યુનિટિમા કન્યા કેળવણીનું પ્રમાણ ખુબજ ઓછુ છે. જે કન્યાઓ ખાસ  ધો- 6 , 7 પછી શાળામાંથી ઉઠી જાય કા સતતગેરહાજર રહે. આ કન્યાઓની  ગેરહાજરીનું પ્રમાણ ઘટાડવા અને શિક્ષણમાં રસ રહે તે માટે ખાસ કરી કન્યા માટે અમે વર્ષમાં વિવિધ પ્રવૃત્તિઓ કરી તેમાં, ખાસ બહેનોને ગમતી મહેંદી સ્પર્ધા, ભરતગૂંથણ, તોરણ બનાવવાની તેમજ ઢીંગલી બનાવવી, વોલપીસ જેવી ઘણી પ્રવૃત્તિઓ હાથ ધરી અને તેનું પરિણામ પણ ખૂબ સારું આવ્યું છે અને કન્યાની ગેરહાજરીનું પ્રમાણ ખૂબ ઘટ્યું છે. ખરેખર આ પ્રવૃત્તિમાં ખૂબ જ મજા પણ પડે છે. આ પ્રવ્રતિમા પે સે. ખેરવાના એકતાબેન, સેડલા શાળાના જૈમીકાબેન, કન્યાશાળામાં લાભુબેન, અખિયાણાશાળામાં ઉન્નતિબેન અને અનિશાબેન્, ગેડીયાશાળામાં અશ્માબેન તથા જ્યા બેનો નથી ત્યા શિક્ષકો દ્વારા પણ સરસ કામગીરી થયેલ છે.

8.      નવતર પ્રવૃત્તિના અમલીકરણનું મૂલ્યાંકન આપે કેવી રીતે કર્યું ?: " ક્લસ્ટરની ધો -૬ થી ૮ ની બાળાઓએ ભાગ લીધો હતો.તેમાં ૧ થી ૩ નંબર આપેલ છે અને ઇનામ આપી પ્રોત્સાહિત કરેલ છે. જે બાળાઓએ સારી મહેંદી કરી હોય તેના ફોટા પાડી ડિસ્પ્લે પર રજૂ કરવામાં આવ્યા. વર્ષ - ૨૦૧૩ અને ૨૦૧૪ માં કરવામાં આવેલ છે. આ ઉપરાંત ૬ થી ૮ ની બાળઓ દ્વારા રંગોલી હરિફાઇ અને બાળાએ મોતી કામમાં ઝુમર,લટકાણીયા,વોલપીસ જેવી પ્રવ્રતિ કરેલ છે."
9.      પ્રયત્નોના આધારે કેવાપ્રકારનાપરિણામો આપે પ્રાપ્ત કર્યા ?: "ગયા વર્ષ કરતા આ વર્ષે થોડી વિશેસ સારી કામગીરી જણાયી. કન્યાની હાજરીમાં વધારો,અભ્યાસ માં રસ લેતી થઇ."
ક્રમ     
શાળાનું નામ 
લાભાર્થી કન્યા       
કન્યાની સરેરાસ હાજરી       
રીમાર્કસ
કન્યા શાળા ખેરવા   
૪૬
૯૦%

અખિયાણા શાળા
૫૪
૯૬%

સેડલા શાળા
૪૬
100%

ગેડીયા શાળા 
૩૬
98%

     
પે સે. શાળા ખેરવા   
૧૮    
૯૪%

10.  નવતર પ્રવૃત્તિની વર્તમાનમાં શું સ્થિતિ છે ?: આવર્ષે  દરેક શાળામાં જુલાઇ માસના પ્રથમ વીકમાં મહેદી હરીફાઇ રાખવામા આવી. એસ.એમ.સી.ને ફાળવવામાં આવતી ગ્રાંટમાંથી શીવણ માટે એક સીલાઇ મશીન ખરીદવા માટે ટી.પી.ઓ.શ્રીએ પણ સૂચના આપેલ છે. ગામમાં ઉપલબ્ધ બ્યુટીપાર્લર કોર્ષવાળા બેનને બોલાવી વિશેષ તાલીમ આપીને વધુ જાણકારી માટેના પ્રયત્ન કરવા તૈયાર છીએ.
11.  અમલીકણ શાળાના નામ :-
11.૧- પે સે. શાળા ખેરવા.
11.૨- કન્યા શાળા ખેરવા.
11.૩-અખિયાણા શાળા
11.૪- ગેડીયા શાળા

12.   નવતર પ્રયોગ બાદ મળેલ ફલશ્રુતિ તથા તેનથી થયેલ બદલાવ વિશે વિગતવાર વર્ણનાત્મક માહિતિ આંકડાકિય વિગતો સાથે લખવી:-
ક્રમ
શાળાનું નામ
વર્ષ ૨૦૧૩
વર્ષ ૨૦૧૪
શાળામાં હાજરી
કુલ સંખ્યા
ભાગલીધેલ સંખ્યા
કુલ સંખ્યા
ભાગલીધેલ સંખ્યા
કન્યા શાળા ખેરવા
૩૨    
૩૧
૩૭    
૩૦    
૮૧%
અખિયાણા શાળા
૪૫   
૪૫
૪૬    
૪૬    
૧૦૦%
સેડલા શાળા
૫૮    
૫૪   
૫૪   
૫૦   
૯૩%
ગેડીયા શાળા
૪૮    
૪૬    
૪૩    
૪૩    
૯૦%
 આમ જીવનકૌશલ્ય લક્ષી પ્રવ્રતિથી શાળામાં કન્યાઓનુ મન ખુચાય છે અને શિક્ષણ  તરફ અભીમુખ કરી શકાય છે , સાથે-સાથે તેમનામાં આત્મવિશ્વાશનો વધારો જોવામળેલ છે. જીવનકૌસલ્ય લક્ષી પ્રવ્રુતિથી ભવિષ્યમા કોઇ હૂનરથી સ્વાવલંબી પણ બની શકે.